દાહોદમાં ચુસ્ત બંધોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ... - ETV Bharat
દાહોદઃ લોકસભા બેઠકની એન્જીનિયરિંગ કોલેજ મુકામે મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ મતગણતરી સ્થળે તેમજ આસપાસના વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા ચાંપતો બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતગણતરીને ધ્યાનમાં લઈને જિલ્લા પ્રશાસન દ્વારા દાહોદ એન્જીનિયરિંગ કોલેજ ફરતે ચાપતો પોલીસ બંદોબસ્ત અને પેરા મિલેટ્રી ફોર્સ ખડકી દેવામાં આવી છે.