વડોદરાના સંજયનગર વિસ્તારના વિસ્થાપીતોની હાર્દિક પટેલે લીધી મુલાકાત - પત્રકાર પરિષદ
વડોદરાઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ શનિવારના રોજ વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. હાર્દિક પટેલે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, પાલિકામાં વિપક્ષી નેતા ચંન્દ્રકાંત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસના આગેવાનો અને યુવા કાર્યકરો સાથે સંજયનગરના વિસ્થાપીતોની મુલાકાત લીધી હતી. સંજયનગર વિસ્તારમાં હાર્દિક પટેલ આંદોલન કરી રહેલા લાભાર્થીઓની વચ્ચે બેસીને રજૂઆતો સાંભળી હતી. ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી તેમણે વિસ્થાપિતોના આંદોલનને ટેકો આપવા સાથે અંત સુધી લડી લેવાની બાંહેધરી આપવા સાથે ભાજપના સત્તાધિશોને ગરીબોની વ્યથા સાંભળવાને બદલે જોહુકમી કરવા સામે ચેતવણી આપી ગરીબોને ત્વરીત આવાસો આપવા માંગણી કરી હતી.