પાણીથી દૂર રહેતા જંગલના રાજાએ કેવી રીતે પાર કરી શેત્રુંજી નદી? જૂઓ વીડિયો... - સિંહ વાયરલ વીડિયો
જૂનાગઢ: ગીર પુર્વના ધારી નજીક આવેલા પાદરગઢ ગામમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી જંગલના રાજા સિંહ પસાર થઈ રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય સંજોગોમાં સિંહ પાણીથી દૂર રહેતા હોય છે. પરંતુ આ વીડિયોમાં સિંહ પાણીમાં ઉતરતો દેખાઈ રહ્યો છે. જેને લોકો પણ ખૂબ હોંશભેર જતા જોઈને રોમાંચિત બની રહ્યા છે.