દમણ પાલિકાના મતદાનમાં ભાજપના ઉમેદવારનો પૈસા વહેંચતો વીડિયો વાયરલ - Daman municipal Election
દમણ: મોટી દમણ વિસ્તારમાં ભાજપ તરફથી નગરપાલિકાના વોર્ડ નંબર 2માં મારીયો લોપસ નામના ઉમેદવાર ચૂંટણીમાં ઉભો રહ્યો છે. જે મતદાનના દિવસે મત વિસ્તારમાં જાહેરમાં ખુરશી લગાવી મતદારોને બોલાવી મતદારોની સ્લીપ જોઈ મત દીઠ 100-200 રૂપિયા આપી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જે મતદારોને પૈસા આપ્યા છે તેમને રિક્ષામાં બેસાડી ભાજપને મત આપજો તેવું કહી મતદાન મથકે મોકલતો હોવાનું પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે. જો કે વાયરલ વીડિઓ અંગે હજુ સુધી ચૂંટણી પંચે કે અન્ય પક્ષ અપક્ષ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ સોશિયલ મીડિયામાં પૈસા વહેંચતો વીડિયો વાયરલ થયા બાદ ચકચાર મચી છે.