વડોદરામાં નર્મદાની મેઈન કેનાલમાં ભૂંડ અને મગર વચ્ચે થયેલી ટક્કરનો વીડિયો વાઈરલ - વડોદરામાં સ્વયંસેવકોની ટીમ અને વન વિભાગ
વડોદરા પાસેથી પસાર થતી નર્મદા નદીની મેઈન કેનાલમાં જંગલી ભૂંડ અને મગર વચ્ચે લડાઈ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થયો હતો. વડોદરામાં સ્વયંસેવકોની ટીમ અને વન વિભાગની કામગીરીના કારણે માનવ અને મગર વચ્ચે ઘર્ષણની શક્યતાઓ ઘટી છે. ત્યારે કેટલાક યુવાનો આ કેનાલ તરફથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે તેમણે ભૂંડ અને મગર વચ્ચેની લડાઈ જોઈ હતી. જોકે, એક સમયે ભૂંડ મગરની ઝપેટમાંથી છૂટીને દૂર પણ ભાગી ગયું હતું, પરંતુ ત્યારબાદ તે આગળ જઈને ડૂબી ગયું હોવાની શક્યતા સેવાઈ રહી છે.