અમદાવામાં VHP દ્વારા અયોધ્યામાં રામમંદિર ભૂમિ પૂજનની ઉજવણી કરાઇ - મંદિરોમાં મહાઆરતી
અમદાવાદઃ સમગ્ર ભારતમાં આજે ભગવાન શ્રીરામના મંદિરના શિલાન્યાસ નિમીત્તે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદમાં VHP દ્વારા રામ મંદિરના ભૂમિ પૂજનનેે લઇને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. VHPની ઓફિસમાં ભગવા રંગના ધ્વજ લગાવવામાં આવ્યા હતા તથા આરતી કરી ભૂમિ પુજનના તહેવારને આવકારમાં આવ્યો હતો. ભગવાન શ્રીરામના મંદિરનો શિલાન્યાસથી સમગ્ર અમદાવાદ સહિત દેશના વિવિધ મંદિરોમાં મહાઆરતી કરવામાં આવી હતી અને સમગ્ર ભારત જય શ્રીરામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. ત્યારે ગુજરાતમાં વિવિધ જગ્યાએ કારસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું.