ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરમાં વૈષ્ણવ સાધુ સમાજે મોરારી બાપુના સમર્થનમાં કર્યા એક દિવસના આમરણાંત ઉપવાસ - Lalbangla Circle

By

Published : Jun 24, 2020, 10:58 PM IST

જામનગરઃ દ્વારકામાં કથાકાર મોરારી બાપુ પર હુમલાના પ્રયાસના પડઘા રાજ્યભરમાં પડ્યા છે, ત્યારે જિલ્લામાં વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા લાલબંગલા સર્કલ ખાતે એક દિવસના આમરણાંત ઉપવાસ કરવામાં આવ્યાં છે. સાધુ સમાજ દ્વારા માગ કરવામાં આવી છે કે પબુભા માણેક સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેમજ પબુભા માણેકે જાહેરમાં માફી પણ માગવી જોઈએ. પબુભા માણેક સામે કોઈ કાયદાકીય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વૈષ્ણવ સાધુ સમાજ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી છે. મહત્વનું છે કે સોશિયલ મીડિયામાં ફરી એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં પબુભા માણેક મોરારી બાપુને બાવાઓના રાવણ તરીકે કહેતા હોવાનું બહાર આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details