વડોદરાના ગોરવા વિસ્તાર નજીક ઘરમાંથી વાઈપર નામના ઝેરી સર્પનું રેસ્ક્યૂ - Rescue of Viper Snake
વડોદરાઃ વરસાદી વાતાવરણ વચ્ચે હવે દિન પ્રતિદિન સરિસૃપ, જીવ-જંતુઓ રહેણાંક વિસ્તારોમાં આવી ચઢ્યા હોવાની ઘટના બની રહી છે. શહેર નજીક ગોરવા પંચવટી નજીક ગંગા નગરના એક મકાનના મનીપ્લાન્ટમાં એક સાપ આવી જતા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના સંચાલક અરવિંદ પવારને જાણ કરવામાં આવી હતી. જેથી તત્કાલ સંસ્થાના કાર્યકર હિતેશ પરમાર સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ કરતા આ સાપ ચીતોડ કે જેને વાઈપર સ્નેક પણ કહેવામાં આવે છે, જેનું બચ્ચું ત્યા આવ્યું હતું. આ વાઈપર સાપ ઝેરી હોઈ સાવધાની પૂર્વક તેને રેસ્ક્યૂ કરી વનવિભાગને હવાલે કરવામાં આવ્યો હતો.