વડોદરા: મેયર અને ડેપ્યુટી મેયરને ચીની કંપની દ્વારા સર્વેલન્સમાં રાખાયા હોવાની વાતથી માહોલ ગરમાયો - ડેપ્યુટી મેયર ડો.જીવરાજ ચૌહાણ
વડોદરાઃ ચાઈનાની સ્પોન્સર્ડ કંપની દ્વારા વડા પ્રધાન, પૂર્વ વડા પ્રધાનો, સાંસદના લોકોને સર્વેલન્સમાં રાખવામાં આવ્યા હોવાના અહેવાલ થોડાક દિવસ અગાઉ જ બહાર આવ્યા હતા. જેમાં વડોદરાના મેયર ડો. જિગીષાબેન શેઠ અને ડેપ્યુટી મેયર ડો.જીવરાજ ચૌહાણની પણ જાસૂસી કરાતી હોવાની વાત ફેલાતા કોર્પોરેશનમાં અને રાજકીય મોરચે ગરમાવો આવ્યો હતો. મેયર અને ડેપ્યુટી મેયરે કોર્પોરેશનના આઈટી વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમજ સોશિયલ નેટવકીંગ સાઈટના સિક્યુરિટી ફિચર્સ ચેક કર્યા હતા. તેમજ પાસવર્ડ બદલી નાખ્યા હતા. આઈટી વિભાગે કોઈ પણ પ્રકારના ડેટાની ચોરી નહીં થઈ હોવાનો દાવો કર્યો હતો. જોકે મેયર ડો.જિગીષાબેન શેઠે બે દિવસમાં તપાસ કરવાની સૂચના આપી હતી.