વડોદરા SOGએ ડુબ્લિકેટ AC અને ટીવીનું વેચાણ કરતા ઈસમની કરી ધરપકડ - SOG પોલીસ
વડોદરા: શહેર નજીક ઉંડેરા કોયલી રોડ પર શેડ નંબર 19માં નરેન્દ્ર વાધવાણી દિલ્હીથી AC અને ટીવી લાવીને સસ્તા પાર્ટ્સ સાથે એસેમ્બલ કરે છે અને ત્યારબાદ AC તથા ટીવી પર બ્રાન્ડેડ કંપનીના લોગો અને સ્ટીકરો લગાવીને ઓનલાઇન અને છૂટક વેચી મારી છેતરપિંડી કરતા હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીને આધારે SOG પોલીસે રેડ કરી હતી. SOGની ટીમે સ્થળ પરથી સોની LED ટીવીના સ્ટીકરો, ફાઇવ સ્ટાર સેવિંગ સ્ટીકરો, બારકોડ સ્ટીકરો કબ્જે કરી નરેન્દ્ર વાધવાણીની 18 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.