વડોદરાઃ ખુલ્લી ગટરના કારણે થતા મચ્છરોના ઉપદ્રવથી નિલાંબર ડુપ્લેક્સના રહીશોએ હલ્લાબોલ કરી વિરોધ નોંધાવ્યો - Vasana Bhayali Road
વડોદરા શહેર નજીક વાસણા ભાયલી રોડ ઉપર આવેલા નિલાંબર ડુપ્લેક્સ પાસેથી પસાર થતી ખુલ્લી ગટરના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, ત્યારે મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠેલા રહીશો રોષે ભરાયા હતા. સ્થાનિક રહીશોએ રવિવારે હલ્લાબોલ કરી ગટરથી થતા મચ્છરોના ઉપદ્રવને અટકાવવા ગટરને બંધ કરવાની માગ સાથે હલ્લાબોલ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.