વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી પરિણામઃ સાંજના 4ઃ30 વાગ્યા સુધીમાં ભાજપે 62 બેઠક પર જીત મેળવી
વડોદરાઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને 6 મહાનગરપાલિકાઓમાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં 43.53 ટકા મતદાન નોંધાયું હતું. જેની મતગણતરી આજે મંગળવારે થઇ રહી છે. સાંજના 4ઃ30 વાગ્યા સુધીમાં ઉલ્લેખનીય છે કે, વડોદરામાં કુલ 19 વોર્ડ અને 76 બેઠકો છે. જેમાંથી 38 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ વડોદરામાં કુલ 14, 46, 212 મતદારો હતા. જે પૈકી 7, 40, 898 પુરુષો, 7, 5, 110 મહિલા 204 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.