વડોદરા મનપા ચૂંટણી પરિણામઃ સવારે 10ઃ15 વાગ્યા સુધીમાં ભાજપ-કોંગ્રેસ 4 લીડથી આગળ - Gujarat latest news
વડોદરાઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને 6 મહાનગરપાલિકાઓમાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં 43.53 ટકા મતદાન નોંધાયું હતું. જેની મતગણતરી આજે મંગળવારે થઇ રહી છે. હાલ 10ઃ15 વાગ્યા સુધીનું પરિણામ જોઇએ તો, ભાજપ 4 અને કોંગ્રેસ પણ 4 લીડથી આગળ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં કુલ 19 વોર્ડ અને 76 બેઠકો છે. જેમાંથી 38 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ વડોદરામાં કુલ 14, 46, 212 મતદારો હતા. જે પૈકી 7, 40, 898 પુરુષો, 7, 5, 110 મહિલા 204 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.