વડોદરાની MS યુનિવર્સીટીમાં ABVP દ્વારા ચીનના વિરોદ્ધના દેખાવો સાથે ચાઈનીઝ એપની પ્રતિકૃતિઓની હોળી કરવામાં આવી - ચાઈનીઝ એપની પ્રતિકૃતિઓની હોળી
વડોદરા: એમ.એસ.યુનિવર્સીટીની હેડઓફિસ ખાતે એબીવીપીના સંગઠન મહામંત્રી નિશિત વરિઆ તથા એબીવીપીના કાર્યકર્તા એમ.એસ.યુનિવર્સીટીના રજિસ્ટ્રાર ડો. કે.એમ.ચુડાસમાની ઉપસ્થિતિમાં પૂર્વ લદાખમાં શહીદ થયેલાં દેશના જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી અને ચાઈનાની તમામ પ્રોડકટના બહિષ્કારની અપીલ પણ કરી હતી. વિદ્યાર્થીઓએ ચાઈના વિરુદ્ધ સુત્રોચ્ચારો કરીને સોશ્યલ ડિસ્ટનસિંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. યુવાનો મોટી સંખ્યામાં ચાઈનીઝ એપ્લિકેશન સોફ્ટવેર અને પ્રોડકટનો ઉપયોગ કરતાં હોય છે. એવા યુવાનોને ચાઈનીઝ પ્રોડકટ બહિષ્કાર કરવા અનુરોધ કર્યો હતો અને આત્મનિર્ભર ભારત અભિયાનને સફળ બનાવવા માટે પણ પ્રયત્ન કરવા જોઈએ એવું આહવાન એબીવીપી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ ચાઈનીઝ એપ્લિકેશન સોફ્ટવેર પ્રોડક્ટ્સના પ્રતિકૃતિઓની હોળી કરીને આક્રોશ ઠાલવ્યો હતો.