વડોદરાની મુલાકાતે આવેલ રાજભાષા સમિતિની ટીમે હિન્દી ભાષાના યોગ્ય પ્રચાર, પ્રસાર માટે પ્રયાસ કર્યો - ગૃહ મંત્રાલય
વડોદરાઃ ભારત સરકારના ગૃહ મંત્રાલયની સંસદીય રાજભાષા સમિતિની ટીમ વડોદરાની મુલાકાતે આવી હતી. આ ટીમે હિન્દી ભાષાનો યોગ્ય રીતે પ્રચાર, પ્રસાર થાય અને પત્ર વ્યવહારથી લઈને દરેક કામમાં હિન્દી ભાષાનો ઉપયોગ થાય તે માટે નિર્દેશન કરવા આવેલી ટીમે જિલ્લા ખાદીગ્રામ ઉદ્યોગ ખાદી ભુવન રાવપુરા ખાતે મુલાકાત લીધી હતી. સમિતિના સંયોજક રીટા જોશી, સાંસદ રંજનબેન ભટ્ટ,સહિતના અગ્રણીઓએ મુલાકાત લઈ યોગ્ય રીતે કામકાજ થાય છે કે નહીં તે અંગે નિરીક્ષણ કર્યું હતું.