વડોદરાના સુરસાગર તળાવ કિનારે મસોબા મહારાજના મંદિરના નિર્માણની માગ - Akhil Barode Marathi Hind Sangathan
વડોદરાઃ શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવના કિનારે મસોબા મહારાજનું મંદિર આવેલું હતું. પરંતુ સુરસાગર તળાવના બ્યૂટિફીકેશન વખતે કોન્ટ્રાક્ટર દ્વારા આ મંદિર દૂર કરવામાં આવ્યું હતું. ત્યારે હવે જે જગ્યા પર મંદિર હતું તેની વિપરીત જગ્યા પર મંદિરની ડેલીનું કોન્ટ્રાક્ટર દ્વારા નિર્માણ કરતાં મરાઠી સમાજ દ્વારા સોમવારે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. અખિલ બડોદે મરાઠી હિન્દ સંગઠન અને પાલિકાના કાઉન્સિલર હેમાંગિની કોલેકરે સ્થળ પર જઈ તે જગ્યાએ મંદિર નિર્માણની માગ કરી હતી. મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણી કેદાર કુલકર્ણીએ જણાવ્યું હતું કે, અષાઢ મહિનામાં આ મંદિરે પૂજા કરાઇ છે, ત્યારે વહેલી તકે મંદિરનું નિર્માણ કરવામાં આવે તેવી માગ છે.