વડોદરાઃ ડભોઇ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઇ મામલતદારને આવેદનપત્ર આપ્યું - ડભોઇ મામલતદાર
વડોદરાઃ જિલ્લામાં ડભોઇ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઇ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું છે કે માર્ચ થી જૂન મહીના સુધીના તમામ લોકોના વિજબીલ, ગરીબ તેમજ મધ્યમ વગના તમામ પરિવારોના રહેઠાણના પાણી વેરા અને મિલકતવેરા, નાના અને મધ્યમ વેપારીઓના ધંધાના સ્થાનના વેરા માફ કરવામાં આવે તેમજ ખાનગી શાળાઓની ફી માફ કરવામાં આવે, અને કૃષિ ધિરાણની પરત કરવાની મુદત વધારવામાં આવે એવી માગ કરી હતી. ડભોઇ નગરના શહેર પ્રમુખ જિમિત ઠાકર, તાલુકા પ્રમુખ હેમંત બારોટ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્ર પટેલ , તેમજ કાંતિ મેહતા અને સુધીર બારોટ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.