ગુજરાત

gujarat

ETV Bharat / videos

વારસિયા સંજયનગરના વિસ્થાપિતોના ધરણાં - ધરણાં પ્રદર્શન

By

Published : Jun 26, 2020, 9:34 PM IST

વડોદરાઃ શહેરના વારસિયા સંજયનગરના વિસ્થાપિતો સંજયનગરની ચાલી રહેલી સાઈટ પર પહોંચ્યા હતા અને છેલ્લા 6 માસથી બાકી ભાડું આપવા માગ કરી હતી. સાથે જ વહેલી તકે આવાસો ફાળવવામાં આવે તે માટે સાઈટ પરિસરમાં ધરણાં કર્યા હતા. બહોળી સંખ્યામાં વિસ્થાપિતોએ એકત્ર થઈ ધરણાં કરતાં વારસિયા પોલીસ મથકના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર સિદ્ધાર્થરાજા આનંદ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વિસ્થાપિતોને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ,જ્યાં સુધી પાલિકા અથવા તો બિલ્ડર તરફથી લેખિતમાં ભાડા અંગે બાંહેધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી ધરણાં ચાલુ રહેશે હોવાનું વિસ્થાપિતોએ જણાવ્યું હતું. અત્રે,ઉલ્લેખનીય છે કે, સંજયનગર આવસો તંત્ર દ્વારા તોડી પડાયા બાદ તે જ જગ્યાએ નવા આવસો બનાવી વિસ્થાપિતોને ફાળવવામાં આવશે અને જ્યાં સુધી આવસો ફાળવવામાં ના આવે ત્યાં સુધી ભાડું આપવામાં આવશે હોવાની બાંહેધરી સંજયનગરના રહીશોને આપવામાં આવી હતી. આજે એ વાતને ત્રણ વર્ષ વીતી ગયા તેમ છતાં આવસો ફાળવવામાં આવ્યા નથી. ઉપરાંત લોકોને ભાડું ચુકવવામાં આવ્યું નથી. આ અંગે જાડી ચામડીના લાગતા વળગતા તમામ મહાનુભાવોને લેખિત મૌખિક અને વિરોધાત્મક કાર્યક્રમો યોજી રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં સંજયનગરના વિસ્થાપિતોની રજૂઆતને ધ્યાને નહીં લેવાતાં શુક્રવારના રોજ સ્થાનિક અગ્રણી સીમાબેન રાઠોડની આગેવાનીમાં સંજયનગરના વિસ્થાપિતોએ સાઈટ પરિસરમાં ધરણાં યોજી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details