વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ RTE પ્રવેશ પ્રક્રિયા સહિત પ્રથમ સત્રની ફી માફ કરવાની માંગ - કોંગ્રેસી અગ્રણી
વડોદરાઃ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અમિત ઘોટિકરની આગેવાનીમાં કોંગ્રેસી અગ્રણી અમર ઢોમસે, વીકી શાહ, એન.એસ.યુ.આઈ પ્રમુખ દેવાંગ ઠાકોર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે જિલ્લા મુખ્ય શિક્ષણ અધિકારી ડો.યુ.એન.રાઠોડને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા શહેર અને જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન એકટ RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા તેમજ સ્કૂલ દ્વારા પ્રથમ સત્રની ફી માફ કરવાની માંગ કરી કોંગ્રેસના અગ્રણીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી.