શિનોરના માંજરોલ ગામે યુવાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા ભાગી છૂટ્યો, આરોગ્યતંત્રની બેદરકારી - Corona virus
વડોદરાઃ જિલ્લામાં શિનોર તાલુકાના માંજરોલ ગામે શ્રમજીવી યુવાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જો કે તે ભાગી છૂટતા આરોગ્યતંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. શિનોર તાલુકાના ટીંગલોદ ગામે આશાવર્કર તેમજ માંજરોલ ગામે શ્રમજીવી યુવાન સાથે તાલુકામા વધુ બે કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. જો કે આ બે કેસ પૈકી માંજરોલ ગામનો યુવાન ભાગી છૂટતા આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તાત્કાલિક અસરથી આરોગ્ય તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા માંજરોલ ગામે સંરક્ષણ દીવાલનું કામ કરી રહેલા શ્રમજીવી યુવાન સહિત અન્ય શ્રમજીવીઓ ભાગી છૂટ્યા હતા.