જૂનાગઢ-સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અચાનક આગ લાગતા ટ્રક બળીને ખાખ - The truck caught fire
જૂનાગઢ-સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રકમાં અચાનક આગ લાગી હતી. સોમનાથ તરફ જઈ રહેલા એક ટ્રકમાં કણજા ફાટક નજીક ખોખરડા ગામના પાટિયા પાસે અચાનક આગ લાગતાં ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગ્યાની જાણ ટ્રકના ચાલકને થતા તેણે જુનાગઢ ફાયર વિભાગને જાણ કરી હતી, આખરે ૪૫ મિનિટની ભારે જહેમત બાદ ફાયર વિભાગે ટ્રકમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો, જો કે આગને કારણે ટ્રક સંપૂર્ણ પણે બળી ગયો હતો. જે પ્રકારે ચાલુ ટ્રકમાં આગ લાગી તેને લઈને હવે અનેક શંકાઓ થઈ રહી છે, આગનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ ચાલુ ટ્રકમાં આગ લાગવાની ઘટના અકસ્માત છે કે કોઈ ષડ્યંત્ર તેને લઇને હજુ સુધી કોઈપણ પ્રકારની વિગતો પ્રાપ્ત થઈ નથી.