પોરબંદરના સુતરવાડામાં ચોરીની ઘટના, તસ્કરો સીસીટીવી DVR પણ ચોરી ગયા - પોરબંદર
પોરબંદરઃ પોરબંદર સુતારવાડા વિસ્તારમાં આવેલા પૂજન એન્ટરપ્રાઇઝમાં શુક્રવારે ચોરીનો બનાવ સામે આવ્યો હતો. પૂજન એન્ટરપ્રાઇઝમાં અગાસી પરથી અજાણ્યા શખ્સો ત્રાટક્યા હતા અને બારીનો સળીયો તોડી દુકાનમાં પ્રવેશી 10,000 જેટલી રોકડ રકમ ચોરી ગયા હતા. તેમજ સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી ગયા છે. પોલીસ દ્વારા આ ચોરોને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશ કારિયાએ જણાવ્યું હતું કે ચોરીના આ બનાવોથી પોલીસને રાત્રી પેટ્રોલ વધારવાની રજૂઆત કરવામાં આવી છે.