આમોદમાં જૈન દેરાસરને તસ્કરોએ નિશાન બનાવ્યું, ચાંદી સહિત 1.80 લાખની ચોરી - bharuch news
ભરૂચઃ આમોદના ગાંધીચોક વિસ્તારમાં આવેલા જૈન દેરાસરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ભગવાનની મૂર્તિ પર લગાવાયેલા ચાંદીનાં છત્તર સહિત 1.80 લાખના માલમતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જોકે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આમોદના ગાંધીચોક વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં ગતરાત્રીનાં તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ દેરાસરમાં પ્રવેશ કરી ભગવાનની મૂર્તિ પર લગાવાયેલા ચાંદીના છત્તર અને કોમ્પ્યુટરની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. દેરાસરમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા હતા. સીસીટીવી ફૂટેજમાં પાંચ તસ્કરો દેખાઈ રહ્યા છે. જેમણે ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. સવારના સમયે ચોરી અંગેની જાણ થતા લોકોના ટોળા ભેગા થયા હતા. બનાવ અંગે આમોદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.