જે પણ નવા CM હશે તેની સામે ચૂંટણી જીતવા માટેનો પણ એક પડકાર છે: નીતિન પટેલ - Vijay Rupani
ગુજરાતનાં રાજકારણમાં CMના પદ પરથી વિજય રૂપાણીએ રાજીનામું ધરી દેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.નવા CM અંગે અનેક નામો લોકોની ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. રાજ્યનાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે રાષ્ટ્રીય નેતૃત્વ કેવા નેતાને સીએમના પદ માટે પસંદ કરી શકે છે. તેમણે તે વાત પણ સ્પષ્ટ રીતે જણાવી કે જે પણ નવા CM હશે તેની સામે ચૂંટણી જીતવા માટેનો પણ એક પડકાર છે.