CMને રજૂઆત કરે તે પહેલા રાજકોટના યુવાનની અટકાયત કરાઈ
રાજકોટઃ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બુધવારના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ડેપ્યૂટી CM નીતિન પટેલ દ્વારા રાજકોટ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. રાજકોટ શહેર અને જિલ્લામાં સતત વધી રહેલા કોરોનાના કેસને લઈને આ બેઠકમાં મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. તે દરમિયાન રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એક શંકાસ્પદ યુવાન આવી ચડતા તેની અટકાયત કરવામાં હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ દ્વારા આ યુવાનની અટકાયત કરીને તાત્કાલિક પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. જો કે યુવાન કોણ હતો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવાન બાયોડીઝલના પંપને લઈને મુખ્યપ્રધાનને રજૂઆત કરવા માટે આવ્યો હતો. પરંતુ તે રજૂઆત કરે તે પહેલાં જ તેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
Last Updated : Jul 29, 2020, 7:18 PM IST