વડોદરા પોલીસે એક તમંચો અને 5 જીવતા કારતૂસ સાથે એકની ધરપકડ કરી - SOG
વડોદરાઃ ગોરવા નિગાહે કરમ કોમ્પલેક્સમાં રહેતો 23 વર્ષીય મોઈન મુઝીમઅહેમદ પઠાણ ગુનો કરવાના બદ્દઈરાદે કમરના ભાગે તમંચો લઈને ફરે છે. આરોપી હાલ પંડ્યા બ્રીજ નીચે થઈ ફતેગંજ તરફ જવાનો છે, તેવી બાતમીના આધારે SOGએ વોચ ગોઠવી મોઈનને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની જડતી લેતાં હાથ બનાવટનો દેશી તમંચો અને 5 જીવતા કારતૂસ મળ્યાં હતા. SOG રૂ.21,500નો મુદ્દામાલ જપ્ત કરી મોઈન વિરૂદ્ધ ફતેગંજ પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. મળતી માહિતી અનુસાર મોઈન મૂળ ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લાનો રહેવાસી છે, અને વડોદરામાં છૂટક કાચ ફિટીંગનું કામ કરે છે. તેણે આ તમંચો યુપીના બરગેન ગામમાં રહેતાં પંડા નામના ગુનેગાર પાસેથી રૂપિયા 15 હજારમાં લીધો હતો.