રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં હવેથી રોબોટ ફરજ બજાવશે - Robot at the Civil Hospital
રાજકોટઃ આગામી દિવસોમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હવેથી કોવિડના દર્દીઓ માટે રોબોટ કામ કરશે. કોવિડ સેન્ટરમાં રોબોટ કોરોના દર્દીઓના પ્રાથમિક કામ કરી શકશે. આ સુવિધા ગુજરાત સરકારના CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) ઓથોરિટી દ્વારા પુરી પાડવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની પ્રાથમિક સારવાર માટે રોબોટ આવવાના કારણે નર્સિંગ સ્ટાફને પણ રાહત થશે અને નાના-નાના કામમાંથી તેમને મુક્તિ મળશે.