ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરમાં સેફી ટાવર પાસેના પુલ પર મસમોટું ગાબડું, લોકો જીવના જોખમે થઈ રહ્યા છે પસાર - ગુજરાતની મહાનગરપાલિકા

By

Published : Jul 26, 2020, 11:09 PM IST

Updated : Jul 26, 2020, 11:24 PM IST

જામનગરઃ જિલ્લા સહિત શહેરમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક રસ્તાઓ ધોવાયા છે. શહેરના સેફી ટાવર પાસે પુલ પર મસમોટું ગાબડું પડ્યું છે. આ પુલ પરથી વાહનચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. જે લોકો ગુલાબનગર તરફ જતા હોય છે તે લોકો આ રસ્તેથી પસાર થતા હોય છે. ખાસ કરીને વૃદ્ધ વાહનચાલકો ગાબડાને કારણે પરેશાન થઈ રહ્યા છે. અહીંથી પસાર થતા લોકો માંગ કરી રહ્યા છે કે, મનપાએ તાત્કાલિક પુલમાં પડેલા ગાબડાંનું રીપેરીંગ કામ કરવું જોઈએ, નહીંતર મોટી જાનહાની થઈ શકે છે. ખાસ કરીને રાત્રીના સમયે અજાણ્યા લોકો અહીંથી પસાર થશે તો અકસ્માત થઈ શકે છે.
Last Updated : Jul 26, 2020, 11:24 PM IST

ABOUT THE AUTHOR

...view details