રાજકોટમાં બોમ્બ મળ્યાની માહિતીને લઈને અફડાતફડીનો મચી - ત્રિમૂર્તિ મંદિર નજીક બોમ્બ
રાજકોટઃ રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલ ત્રિમૂર્તિ મંદિર નજીક બોમ્બ મળ્યાની માહિતી પોલીસને મળી હતી. જેને લઈને રાજકોટ ગાંધીગ્રામ પોલીસ, SOG, ક્રાઈમબ્રાન્ચ બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આ બોમ્બ જેવું દેખાતા વસ્તુમા પેટ્રોલનું સેમ્પલ હોવાનું સામે આવ્યું હતું. જો કે રાજકોટ પોલીસ પેટ્રોલનું સેમ્પલ કોઈ વ્યક્તિ ભૂલી ગયો હોય એવું જણાવ્યું હતું. જોકે રાજકોટમાં બોમ્બ હોવાની અફવાને પગલે હાહાકાર મચી જવા પામ્યો હતો.