સુરતના પાંડેસરા વિસ્તારમાં એક મોબાઈલ સ્નેચરને ઝડપી પાડી લોકોએ જાહેરમાં ફટકાર્યો - crime news
સુરત: શહેરમાં લોકો મોબાઈલ સ્નેચરના આતંકથી ત્રસ્ત છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક મોબાઈલ સ્નેચરને ઝડપી પાડી જાહેરમાં લોકોએ ફટકાર્યો હતો. મોટર સાયકલ પર આવેલા બે શખ્સો દ્વારા મોબાઈલ સ્નેચિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ મોબાઈલ હાથમાં ન આવતા એક આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો. જ્યારે અન્ય એકને લોકોએ પકડી પાડી જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં મોબાઈલ સ્નેચિંગની ત્રીજી ઘટના પાંડેસરા વિસ્તારમાં બની છે. મોબાઈલ સ્નેચિંગ કરવા આવેલા બે પૈકીનો એક આરોપી લોકોના હાથે લાગી ગયો હતો. લોકોએ તેને પકડી પાડી ઢોર માર માર્યો ઢોર હતો. જાહેરમાં જ મોબાઈલ સ્નેચિંગ કરતા શખ્સની ધોલાઈ લોકો દ્વારા કરવામાં આવી હતી. લોકોએ ઘટના મોબાઈલમાં કંડારી વીડિઓ વાયરલ કર્યો હતો. સમગ્ર ઘટના અનુસાર છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં વધી રહેલી મોંબાઇલ સ્નેચિંગની ઘટનાને લઈ લોકોમાં રોષ છે. બુધવારે પાંડેસરા ભીડ- ભંજન સર્કલ નજીક ઓટો રીક્ષામાં બેઠેલી મહિલાના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગનો પ્રયાસ કરાતા લોકોએ મોબાઈલ સ્નેચરને ઝડપી પાડ્યો હતો.
Last Updated : Aug 29, 2019, 2:26 AM IST