Corona case Vadodara: વડોદરા શહેરમાં કોરોનાના કેસો વધતા કોર્પોરેશન દ્વારા શુક્રવારી બજાર બંધ કરાવ્યું - કોરોના કેસ વડોદરા
વડોદરા શહેરમાં કોરોનાના કેસો(Corona case Vadodara ) વધતા કોર્પોરેશન (Vadodara Municipal Corporation)દ્વારા શુક્રવારી બજાર બંધ કરાવ્યું હતુ. ત્યારબાદ આજે સતત ત્રીજા શુક્રવારે શુક્રવારી બજાર ભરાતા કોર્પોરેશને સામાન જપ્ત કરી બજાર બંધ કરાવતા(Vadodara Friday market closed) રોષે ભરાયેલી વેપારી મહિલાઓએ રોડ ઉપર બેસી કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી હોબાળો મચાવ્યો હતો. મહિલાઓએ રોડ પર બેસી પાલિકાના નામે છાજીયા ફૂટ્યા હતા. કાર્યવાહી બાદ પણ પાલિકાની ટીમ બજારમાં સ્ટેન્ડબાય રહી હતી. જેથી કરી વેપારીઓ ફરી બજાર ના ભરે.