રાજકોટ: કેબિનેટ પ્રધાનના કૌટુંબિક ભાઈની મિલ સહિત ત્રણ સ્થળે IT વિભાગે સર્વે કર્યો
રાજકોટ: જિલ્લામાં રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાના કૌટુંબિક ભાઈની વૈભવ જીનિંગ મિલ સહિત ત્રણ સ્થળે IT વિભાગે સર્વે હાથ ધર્યો છે. જો કે, હજૂ સુધી આ અંગેની વધારે વિગતો બહાર આવી નથી, પરંતુ રાજકોટમાં IT વિભાગનો સર્વે શરૂ થતાં ગેરરીતિ કરનારા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.