ચાલુ સુનાવણી દરમિયાન વકીલે થુંકતા હાઇકોર્ટે 500 રૂપિયાનો દંડ કર્યો
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે બે દિવસ પહેલા ચાલુ સુનાવણી દરમિયાન સિગરેટ પિતા એડવોકેટને દંડ ફટકાર્યો છે. ત્યારે કોર્ટે ફરીવાર વીડિયો કોંફરેન્સ દરમિયાન થુંકનાર એડવોકેટને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગુજરાત હાઈકોર્ટે કવોશિંગ પિટિશનની સુનાવણી દરમિયાન આ આદેશ કરી દંડ ફટકાર્યો હતો. વકીલના આવા વર્તન બદલ કોર્ટે મેટરની સુનાવણી મુલત્વી કરી દીધી હતી. આ કેસની આગામી સુનાવણી પહેલા 500 રૂપિયા દંડ હાઈકોર્ટની રજીસ્ટ્રી સમક્ષ જમા કરાવવાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે ફરીવાર વકીલોને કોર્ટની ગરિમા જળવાય અને વકીલાતના વ્યવસાયમાં રહેલા શિસ્તના સિદ્ધાંતને યાદ રાખવાનો વકીલોને આગ્રહ કર્યો હતો.