બાળક સાથે ક્રિકેટ રમી રહેલા પિતાનું અટેક આવતા મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ - પિતા પુત્ર સાથે ક્રિકેટ રમી રહ્યા હતા
સુરત: શહેરના ભટાર વિસ્તારમાં CCTVમાં લાઈવ મોતના દ્રશ્યો કેદ થયા હતા. એક પિતા પુત્ર સાથે ક્રિકેટ રમી રહ્યા હતા, તે દરમિયાન અચાનક હાર્ટ અટેક આવતા પિતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTV ફૂટેજ સુરતના સોશિયલ મીડિયા પર વાઇરલ થયી છે. વાઇરલ વીડિયો સુરતના ભટાર વિસ્તારનો છે. 31 માર્ચના સાંજના પાંચ વાગ્યાના અરસા દરમ્યાન આ ઘટના બની હતી. દીકરા સાથે ક્રિકેટ રમતા પિતાને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. હૃદયરોગના હુમલા બાદ પિતા જમીન પર ઢળી પડ્તા મોત નીપજ્યું હતું.