સાંતલપુર ગરામડી પાટિયા નજીક ટ્રેલરમાં આગ લાગતા રાજસ્થાનનો ચાલક જીવતો ભૂંજાયો - driver of Rajasthan
સાંતલપુર તાલુકાના ગરામડી પાટીયા પાસે કોલસા ભરેલા ટ્રેલરના કેબિનમાં આગ લાગતા ચાલક બળીને ભડથુ થઇ જવા પામ્યો હતો. આ બનાવને પગલે સાંતલપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગરામડી પાટીયા પાસે થયેલા અકસ્માતના બનાવ બાબતે PSI એન.ડી.પરમારે જણાવ્યું હતું કે, પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકના મૃતદેહનનું પંચનામું કરી રાજવી ટ્રાન્સપોર્ટના માલિકને જાણ કરી હતી, ત્યારબાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનોને સુપરત કરી હતી.