ગુજરાત

gujarat

ETV Bharat / videos

2020ના છેલ્લા દિવસનો સુરતનો માહોલ - Surat

By

Published : Dec 31, 2020, 10:04 PM IST

સુરતઃ શહેરમાં દર વર્ષે હર્ષોલ્લાસ અને જોશ સાથે નવા વર્ષના આગમનને લઇ પૂર્વ તૈયારીઓ કરવામાં આવતી હતી. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી કોઈ પણ આયોજનની પરવાનગી તંત્ર દ્વારા આપવામાં આવી નથી. ગણતરીના કલાકોમાં નવા વર્ષના આગમન થનાર છે. ત્યારે સુરત પોલીસે લોકો કોરોના ગાઈડલાઈનનો પાલન કરે આ હેતુથી ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધું છે. બેરીકેટ લગાવી દરેક વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી છે. સાથે સિંગલયુઝ બ્રિથ એનલાઈઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. જેથી તપાસની સાથે-સાથે સંક્રમણ ન થાય એની તકેદારી લેવાઈ છે. આ સાથે સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ રોડ ઉપર હાથમાં પેમ્પલેટ લઈ લોકોને કોરોના સંક્રમણ અંગે જાગૃત કરી રહ્યા છે. શહેરના સીમાડા વિસ્તારમાં આવેલા ડ્રોનથી નજર રાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details