વડોદરામાં શિક્ષકદિન નિમિત્તે જ શિક્ષકો કરી રહ્યા છે ધરણાં - ટ્યૂશન ક્લાસ સંચાલકોની અટકાયત
વડોદરાઃ 5મી સપ્ટેમ્બર શિક્ષકદિનની સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે. શિક્ષકોને સમ્માનિત પણ કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ વડોદરામાં ખાનગી ટ્યૂશન ક્લાસ ચલાવતા સંચાલકોએ પડતર માંગણીઓને લઇને મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે બેનરો પોસ્ટરો સાથે ધરણા કર્યા હતા. જે બાદ આ શિક્ષકો જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચતા રાવપુરા પોલીસે બરોડા એકેડમી એસોસિએશનના 5 ખાનગી ટ્યૂશન ક્લાસ સંચાલકોની અટકાયત કરી હતી. જેને લઇને શિક્ષક આલમમાં તંત્ર પ્રત્યે રોષ વ્યાપ્યો છે. જો કે, જરૂરી કાર્યવાહી બાદ શિક્ષકોને છોડી મુકવામાં આવ્યા હતા.