અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શિક્ષકદિનની કરવામાં આવી ઊજવણી - એવોર્ડ વિતરણ કાર્યક્રમ
અમદાવાદ: જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ ગ્રામ્ય અને શહેર દ્વારા શિક્ષકદિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક સન્માન અને એવોર્ડ વિતરણ કાર્યક્રમનું બોપલ ખાતે આવેલી ધ ન્યૂ તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંયુકત ઉપક્રમે આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના ઉત્કૃષ્ટ શિક્ષકોનું સન્માન તામ્રપત્ર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.