બિનસચિવાલય પરીક્ષા ગેરરીતિ મુદ્દે સુુરતના વિદ્યાર્થીઓમાં આક્રોશ
સુરત: બુધવારે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગાંધીનગર ખાતે પરીક્ષા રદ કરવાની માગ સાથે ભેગા થયા છે. જે દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના આરોપ પણ મૂકવામાં આવ્યા હતા. બીજી તરફ સુરતના વિદ્યાર્થીઓએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી બિનસચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓમાં અસંતોષની લાગણી વ્યાપી છે. જે વિદ્યાર્થીઓ દ્વારા એક વર્ષ સુધી મહામહેનત કરી પરીક્ષા આપી, તેમની મહેનત ગેરરીતિ બાદ જાણે નિષ્ફળ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકારે વિધાર્થીઓની વાત સાંભળી કસુરવારો સામે પગલાં ભરવા જોઈએ.