સુરત મહાનગરપાલિકાના શહેર વિકાસ નકશા ડેવલોપમેન્ટ 2035ને મળી મંજૂરી
સુરત: મહાનહારપાલિકા તરફથી સુરત શહેરના વિકાસ નકશા ડેવલોપમેન્ટ 2035ની છેલ્લા લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી તેનો અંત આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગુરુવારે સુરત શહેર ડેવલોપમેન્ટ નકશા 2035ને મંજૂરી મળતા શહેર અને જિલ્લાના 27 ગ્રામ પંચાયતોના વિકાસની નવી દિશા મળી છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આ ખૂબ જ ઐતિહાસિક નિર્ણય છે. જ્યાં સુરત અને જિલ્લાના 27 ગ્રામ પંચાયતોને વિકાસની એક નવી દિશા મળી છે. ખાસ શહેર વિકાસ ડેવલોપમેન્ટ નકશા 2035ને મંજૂરી મળતા જ મેટ્રો ટ્રેન અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ્સ પણ ઝડપી સાકાર થશે. કામરેજ કોરિડોર નજીક વિકાસના કામો મોટાપાયે થવા જઈ રહ્યા છે.