સુરત જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પડતર પશ્નો મુદ્દે રેલી યોજી ધરણા પર - આરોગ્ય કર્મચારીઓ
સુરત: જિલ્લાના તમામ આરોગ્ય કર્મચારીઓ સોમવારે રેલી કાઢી માસ સીએલ પર ઉતરી ગયા હતા. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત સુરતના ત્રીજા વર્ગના ક્ષેત્રીય કર્મચારીનું મંડળ સોમવારે પોતાના પડતર પ્રશ્નોના નિકાલ નહી આવતા વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આશરે 900 જેટલા આરોગ્ય કર્મચારીઓ રેલી કાઢી ધરણા પર બેસી ગયા હતા.