સવારે 07: 30 વાગ્યે સુરત મહાનગરપાલિકાની સ્થિતિ - સુરત મહાનગરપાલિકાના સમાચાર
સુરતઃ કોરોના મહામારી દરમિયાન રાજ્યમાં આજે રવિવારે 6 મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ચુક્યું છે. જેમાં સવારે 07 વાગ્યે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ચૂક્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુરતમાં કુલ 30 વોર્ડ અને 120 બેઠકો છે. જેમાંથી 60 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ સુરતમાં કુલ 32, 88, 352 મતદારો છે. જે પૈકી 15, 17, 238 પુરુષો, 14, 70, 999 મહિલા અને 110 ટ્રાન્સજેન્ડર છે.