સુરત કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ ઓલપાડ તાલુકાના ગામોની મુલાકાત લીધી - ગુજરાતમાં તૌકતે વાવાઝોડું
સુરત: તૌકતે વાવાઝોડાને લઈને જિલ્લા કલેક્ટર ધવલ પટેલ સહિત જિલ્લા પોલીસ વડા સોમવારે ઓલપાડ તાલુકાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે દાંડી ગામ બાદ તાલુકાના તમામ ગામોની મુલાકાત લીધી હતી અને ગામોના સરપંચ, તલાટી સહિતના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.