Surat ACB Trap: વલસાડનો લાંચિયો ASI હજી પણ પોલીસ પકડથી દૂર, વચેટિયો ઝડપાયો - વલસાડ એએસઆઈના વચેટિયાની ધરપકડ
સુરત ACBની ટીમે વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના (Valsad Rural Police Station) ASI સતીષ સયાજીભાઈ સોમવંશીના વચેટિયાને લાંચ લેતા રંગેહાથ ઝડપી (Surat ACB Trap) પાડ્યો હતો. ACBની ટીમે છટકું ગોઠવ્યું હતું. તે દરમિયાન વચેટિયો રામસિંગ પાટીલ ફરિયાદી પાસેથી 50,000 રૂપિયા લેતા ઝડપાયો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર, સુરત ગ્રામ્ય ACB પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદીએ ફરિયાદ આપી હતી કે, તેના એક મિત્રની વલસાડ ગ્રામ્ય પોલીસે (Valsad Rural Police Station) પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી છે. ત્યારે ASI સતીષ સયાજીભાઈ સોમવંશીએ પાસાની કાર્યવાહી ન કરવાના અવેજમાં 1 લાખ રૂપિયાની માગ કરી હતી. ત્યારબાદ રકઝક થતા 50,000 રૂપિયાની લાંચ માગી હતી. ASI સતીષ સોમવંશીએ આ લાંચના પૈસા લેવા માટે વચેટિયાને મોકલ્યો હતો અને લાંચ લેતા જ સમયે ACBની ટીમે વચેટિયાને ઝડપી (Valsad ASI intermediary arrested) પાડ્યો હતો. જ્યારે ASI સતીષ સોમવંશી હજી પણ ફરાર હોવાથી તેની શોધ ચાલુ છે. તો આ વચેટિયો રિક્ષાચાલક હોવાનું સામે આવ્યું હતું.