ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગની ખરીદી કરવા મુખ્યપ્રધાનને રજૂઆત કરાઈ
સુરતઃ દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગની ખરીદી કરવા મુખ્યપ્રધાનને રજુઆત કરાઇ છે. ગુજરાત ખેડૂત સમાજે મગની ખરીદી કરવા માટે કેન્દ્ર શરૂ કરવા રાજ્ય સરકાર સામે રજુઆત કરી છે. હાલ ઉનાળુ મગ તૈયાર થઈ ચૂક્યા છે. ત્યારે સરકારે એક ક્વિન્ટલ મગના 7050 રૂપિયા જાહેર કર્યા છે. જ્યારે ખેડૂતોને બજારમાં માત્ર 6000 રૂપિયા જ મળે છે, જેથી ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 1000ની ખોટ જાય છે. સરકાર ટેકાના ભાવે મગ ખરીદે તે માટે ખેડૂત સમાજે પત્ર લખી રજુઆત કરી છે.