જામનગર: આયુર્વેદિક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ લગાવી મોતની છલાંગ, આપઘાતનું કારણ અકબંધ - Student commits suicide
જામનગરઃ આયુર્વેદિક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ યુનિવર્સિટીની બિલ્ડીંગ પરથી મોતની છલાંગ લગાવી હતી, જો કે આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. શહેરમાં આવેલી આયુર્વેદિક યુનિવર્સિટીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા તબીબ વિદ્યાર્થીએ પાંચમાં માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું છે. વિદ્યાર્થી કચ્છનો વતની હતો અને તેનું નામ વિજય અજમલજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા તાત્કાલીક 108ને બોલાવી હતી અને પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી જામનગરની જી.જી.હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો છે. સવારે 10 વાગ્યે આ વિદ્યાર્થી આયુર્વેદિક યુનિવર્સિટીની છત પર ચડ્યો હતો અને ત્યાંથી કૂદકો માર્યો હતો. વિદ્યાર્થીએ કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ અકબંધ છે.