ઇન્જેક્શન માટે કતારમાં ઉભા હતા અને માતાના મોતના સમાચાર મળ્યા - corona update in surat
સુરતઃ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલી કોરોના સંક્રમિત મહિલાના પુત્રને હોસ્પિટલ સ્ટાફ દ્વારા ટોસિલિઝુમેબ ઈન્જેક્શન લઈ આવવા માટેની સૂંચના આપવામાં આવી હતી. જે બાદ જિલ્લા કલેકટર કચેરી પાસેથી પરવાનગી પત્ર લીધા બાદ નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઇન્જેક્શન લેવા પુત્ર વિજેન્દ્ર ગજ્જર લાઈનમાં ઉભા હતા, જે દરમિયાન સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી માતાનું અવસાન થતા પુત્ર સિવિલ હોસ્પિટલમાં ધ્રુસકે રડવા લાગ્યો.