રાજ્ય સરકારે તલાટીને સોગંદનામુ કરવાની સત્તા આપતા વડોદરાના વકીલોએ રોષ વ્યક્ત કર્યો
વડોદરાઃ રાજ્ય સરકારે ડિજિટલ ગ્રામ યોજના હેઠળ કુલ 22 દાખલા આપવાની સાથે એફિડેવિટ કરવાની સત્તા પણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને આપી છે. જેનો વકીલોએ વિરોધ કર્યો છે. આ આદેશ પરત ખેંચવાની માંગ સાથે વકીલોના આંદોલનની શરૂઆત વડોદરાના આંગણેથી થઈ છે. શુક્રવારના રોજ વડોદરાના વકીલોએ ભારે સૂત્રોચ્ચાર સાથે પરિપત્રની હોળી કરી રાજ્ય સરકાર સામે આક્રોશ દર્શાવ્યો હતો. સરકાર જો વહેલી તકે આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આંદોલન ઉગ્ર બનશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ દરમ્યાન મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા. વડોદરા વકીલ મંડળે કારોબારીની બેઠક બોલાવી રાજ્ય સરકારને પરિપત્ર રદ કરવાનું જણાવવાનો ઠરાવ કરાયો હતો. જો પરિપત્ર રદ ન કરાય તો હાઇકોર્ટમાં PIL દાખલ કરવા નિર્ણય લેવાયો હતો.