પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે પરિવાર સાથે મતદાન કર્યું - ગુજરાતમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી
રાજકોટઃ શહેરમાં લોકો લોકશાહીના મહાપર્વમાં મતદાન કરવા માટે આવી રહ્યા છે. ત્યારે પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે પરિવાર સાથે મતદાન કર્યું હતું અને જણાવ્યું કે, આવનારા સમયમાં ભાજપના જ મેયર બેસશે કેમ કે વિજય ભાજપનો જ થવાનો છે. તેમણે પરિવાર સાથે મતદાન કરી ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.