રાજકોટમાં તસ્કરોનો ત્રાસ, જાહેરમાં વૃદ્ધ પર હુમલો કરી લૂંટવાનો પ્રયાસ - Rajkot Smugglers news
રાજકોટ: રંગીલા રાજકોટમાં રોજબરોજના તસ્કરોનો આતંક વધી રહ્યો છે. ત્યારે શહેરના અશોક ગાર્ડન નજીક એક વૃદ્ધ પર જાહેરમાં હુમલો કરી તેની પાસે રહેલ મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, સ્થાનિકોની મદદથી વૃદ્ધ તસ્કરોનો શિકાર બન્યા નહોતા. પરંતુ ઘટનામાં વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ સ્થાનિકો દ્વારા લૂંટનો પ્રયાસ કરનાર ઈસમને ઝડપી પાડી પોલીસ હવાલે કર્યો હતો. માલવીયાનગર પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી.